Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 8 pilgrims returning from Kumbh die in Ghazipur road accident

ક્ષત વિક્ષત મૃતદેહ, રસ્તા લોહીથી ખરડાયા; ગાઝીપુર માર્ગ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ક્ષત વિક્ષત મૃતદેહ, રસ્તા લોહીથી ખરડાયા; ગાઝીપુર માર્ગ અકસ્માતમાં 8 શ્રદ્ધાળુઓના મોત

યુપીના ગાઝીપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે આખા હાઇવે પર લોહી છવાઈ ગયું હતું. મૃતકોના મૃતદેહ ક્ષત વિક્ષત થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક અનિયંત્રિત ટ્રકે મહાકુંભથી પરત ફરી રહેલા યાત્રાળુઓના વાહનને ટક્કર મારી હતી, જેના કારણે આ દુ:ખદ અકસ્માત થયો હતો.

App Store

પ્રાપ્ત માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માત ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુસ્મી કાલા પાસે થયો હતો. માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ દળે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. અકસ્માત બાદનું દૃશ્ય ખૂબ જ ભયાનક હતું.

અકસ્માત બાદ પરિવારના સભ્યો ચીસો પાડી રહ્યા હતા. મોટાભાગના મૃતદેહો વિકૃત હાલતમાં હતા. હાલમાં, મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે પિકઅપમાં કુલ 20 લોકો સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત નોંધાયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલો અને મૃતકોને ગાઝીપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદથી આરોપી ટ્રક ડ્રાઈવર ફરાર છે. તેની શોધ ચાલુ છે.

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોરલેન રોડ ઉપર મહાકુંભથી પરત ફરી રહેલી એક પિકઅપ ટ્રકનું ડાલુ તૂટી ગયું. જેના કારણે તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. એ સમયે જ ખૂબ જ ઝડપથી પાછળથી આવી રહેલી એક ટ્રકે આ લોકોને કચડી નાંખ્યા. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 6થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.