Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Door-to-door vehicle accident, biker undergoing treatment for fractured leg

વડોદરામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પગે ફ્રેક્ચર થતા બાઈક ચાલક સારવાર હેઠળ

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
વડોદરામાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત, પગે ફ્રેક્ચર થતા બાઈક ચાલક સારવાર હેઠળ

વડોદરા મહાનગર પાલિકાની ડોર ટુ ડોર વાહને ફરી અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના સલાટવાડા કોઠી ચાર રસ્તા પર બાઈક ચાલક ડોર ટુ ડોર ગાડીની અડફેટે આવ્યો હતો. જેમાં ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઇક ચાલકના પગ ભાંગી ગયા હતા.

App Store

આ પણ વાંચો : VIDEO: વડોદરામાં વાહન ચલાવવા બાબતે બે શખ્સ વચ્ચે જાહેરમાં પટ્ટાવાળી, પોલીસ કોન્સ્ટેબલ આવ્યા છોડાવવા

ઘટનાની ગંભીરતા જોતા કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારેલીબાગ પોલીસ દ્વારા ડોર ટુ ડોરના ચાલકને શંકાના આધારે અકસ્માત સર્જનારને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

અનેક વખત આ ડોર ટુ ડોર ગાડીને કારણે અકસ્માત સર્જાઇ ચૂક્યા છે. થોડા સમય પહેલાં જ વડોદરામાં આ ડોર ટુ ડોર કચરાની ગાડીએ સોસાયટીમાં રમતા બાળકને અડફેટે લીધું હતું જેમાં બાળકનું મોત નિપજ્યું હતું. આગાઉ ડોર ટુ ડોરના વાહન ચાલકો વગર લાયસન્સે વાહન હંકારતા હોવાનું પણ બહાર આવી ચૂક્યું છે. હવે તંત્ર તેમની ઉંઘમાંથી જાગીને ક્યારે આ પ્રકારની ઘટના પર કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.