VIDEO: PM મોદી સાથે NCP શરદ પવાર જૂથના 8 સાંસદોની મુલાકાત
સોર્સ : gstv
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના તમામ 8 લોકસભા સાંસદો 10 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સુપ્રિયા સુલેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મહારાષ્ટ્રના મહત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે PMO પાસેથી સવારે 11 વાગ્યાનો સત્તાવાર સમય માંગવામાં આવ્યો છે. શિંદે જૂથના સાંસદોની તાજેતરની વડાપ્રધાન સાથેની મુલાકાત અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સુપ્રિયા સુલેએ બંને મુલાકાત વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો.

