Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 8 Jaish-e-Mohammed terrorists arrested from Gujarat and Madhya Pradesh

ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓ ઝડપાયા
સોર્સ : gstv

દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

App Store

ગુજરાતમાં આતંકી પ્રવૃત્તિઓ વધારવાનો હતો મનસૂબો

અહેવાલો અનુસાર, પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્યો છે અને લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા. સ્થાનિક સ્તરે રેકી કરવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવા પાછળ પણ તેમનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.

આતંકીઓના આ મોડ્યુલ અંગે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન 8 આરોપીઓ આબાદ ઝડપાઈ ગયા હતા.