મધ્યપ્રદેશના રેવામાં ભયંકર અકસ્માત, 7 લોકોના મોત 3 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં ગુરુવારે (૫ જૂન) એક ટ્રક પલટી ખાઈને ઓટોરિક્ષા સાથે અથડાતાં સાત લોકો

મધ્યપ્રદેશના રેવામાં ભયંકર અકસ્માત, 7 લોકોના મોત 3 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં ગુરુવારે (૫ જૂન) એક ટ્રક પલટી ખાઈને ઓટોરિક્ષા સાથે અથડાતાં સાત લોકોના મોત થયા છે. ત્રણ જણા ઘાયલ થયા છે. સોહાગી પહાડની નજીક ચાલતા ઑટો રિક્ષા પર સીમેન્ટની શીટ ભરેલો ટ્રક ઑટો રિક્ષા પર પલટી ગયો. ઑટો રિક્ષામાં સવાર 8માંથી 7 તીર્થયાત્રીઓના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

જણાવાય રહ્યું છે કે, તીર્થયાત્રીઓ પ્રયાગરાજથી ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ઑટો રિક્ષામાં સવાર તમામ તીર્થયાત્રી મઉગંજના નિવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

જાહેરાત

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે બપોરે ૨.૩૦ વાગ્યે નેશનલ હાઇવે-૩૦ પર આ અકસ્માત થયો હતો. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ઓટોરિક્ષામાં સવાર લોકો ગંગા નદીમાં સ્નાન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત સ્થળ જિલ્લા મુખ્યાલયથી લગભગ ૭૦ કિમી દૂર છે.

મૃતકોમાં ચાર બાળકો, બે પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અધિક પોલીસ અધિક્ષક (એએસપી) વિવેક લાલે પીટીઆઈને જણાવ્યું હતું કે નેશનલ હાઇવે-૩૦ પરથી પસાર થતી ટ્રક નિયંત્રણ બહાર જતા પલટીને ઓટોરિક્ષા ઉપર પડતાં તેમાં સવાર લોકો ફસાઈ ગયા હતા.

તેમણે કહ્યું કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના બાદમાં મોત થયા હતા. ઓટોરિક્ષામાં સવાર મુસાફરો પ્રયાગરાજમાં ગંગા નદીમાં સ્નાન કરીને રીવાની સરહદે આવેલા મૌગંજ જિલ્લાના નયાગઢી પરત ફરી રહ્યા હતા. 

આ સમાચાર શેર કરો

જાહેરાત