Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 7 new high-speed rail corridors to be built in the country including Delhi-Varanasi

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 01 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત
સોર્સ : gstv

આજે 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારનું મુખ્ય ધ્યાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા પર રહ્યું છે. નાણા મંત્રીએ રેલવે કનેક્ટિવિટીમાં મોટો ઉછાળો લાવતા દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. બજેટ પ્રસ્તાવો અનુસાર, આ કોરિડોર પર બુલેટ ટ્રેનની જેમ હાઇ-સ્પીડ ટ્રેનો ચલાવવામાં આવશે, જેની ઝડપ 250-320 કિમી/કલાક હશે.

App Store

આ 7 રૂટ પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

સરકારે દક્ષિણ અને ઉત્તર ભારતને જોડતા મહત્ત્વના રૂટ પસંદ કર્યા છે. આ સાત કોરિડોરમાં નીચેનાનો સમાવેશ થાય છે.

મુંબઈથી પુણે
પુણેથી હૈદરાબાદ
હૈદરાબાદથી બેંગલુરુ
હૈદરાબાદથી ચેન્નાઈ
ચેન્નાઈથી બેંગલુરુ
દિલ્હીથી વારાણસી
વારાણસીથી સિલિગુડી