બિહારમાં ગંડક નદીમાં બોટ પલટતાં 6 લોકો ડૂબ્યા, SDRFનું સર્ચ ઓપરેશન
બિહારના પશ્ચિમ ચંપારણના બગાહા ખાતે ગંડક નદીમાં એક બોટ પલટી જતાં તેમાં સવાર છ

બિહારના પશ્ચિમ ચંપારણના બગાહા ખાતે ગંડક નદીમાં એક બોટ પલટી જતાં તેમાં સવાર છ લોકો ડૂબી ગયા છે. પાણીના વહેણમાં દરેક વ્યક્તિ ગુમ છે. ઘટના બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે. બોટ પલટતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમ સ્થાનિક તરવૈયાઓની સાથે મળીને છ લોકોની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
કહેવાય છે કે તમામ લોકો ગંડક નદી પાર કરીને દિયારા વિસ્તારમાં કોઈ કામ માટે જઈ રહ્યા હતા. ગંડક નદીના જોરદાર પ્રવાહમાં અચાનક બોટ કાબુ બહાર જતાં અકસ્માત થયો હતો. આસપાસના લોકોએ સ્થાનિક પ્રશાસનને ઘટના અંગે જાણ કરી હતી. SDRFની ટીમ સ્થાનિક પ્રશાસનની મદદથી ઘટનાસ્થળે પહોંચી છે અને ડૂબી ગયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે. ડૂબી ગયેલા લોકોના પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.




