Video: 500 કરોડ રૂપિયાના કથિત ઓડિયો વિવાદ, શિંદે-ભાજપ ગઠબંધનમાં વિવાદ

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના અને ભાજપ વચ્ચેના ગઠબંધનમાં 500 કરોડ રૂપિયાના કથિત આરોપને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. મનોજ જરાંગે પાટીલે જાહેર કરેલી ઓડિયો ક્લિપમાં શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે મારફતે નાણાં મોકલવાની ચર્ચા હોવાનો દાવો છે, જોકે એકનાથ શિંદેએ આરોપો નકારી કાઢ્યા છે અને ભાજપે ક્લિપની સત્યતા સામે સવાલ ઉઠાવ્યા છે. શિવસેના નેતા રામદાસ કદમે ભાજપના કેટલાક નેતાઓ પર શિંદેને નબળા પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા છે. હવે તપાસના પરિણામ અને ગઠબંધનના નેતાઓની પ્રતિક્રિયા પર સૌની નજર છે.








