Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 5 terrorists including 2 Pakistanis arrested in Jammu

જમ્મુમાં 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, લશ્કર એ તૈયબના નેટવર્કનો ભાંડાફોડ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
જમ્મુમાં 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, લશ્કર એ તૈયબના નેટવર્કનો ભાંડાફોડ
સોર્સ : GSTV

શ્રીનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 5 આતંકીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો ખૂંખાર આતંકી અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા પણ સામેલ છે. પોલીસ અબૂ હુરેરાને 16 વર્ષથી શોધી રહી હતી. 

App Store

અબૂ હુરેરા છેલ્લા 16 વર્ષથી ફરાર હતો

અબૂ હુરેરા છેલ્લા 16 વર્ષથી ફરાર હતો. તે જમ્મુ-કાશ્મીરની બહાર લશ્કર-એ-તૈયબાના ઠેકાણા બનાવવામાં સફળ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અબૂ હુરેરા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ આ મોટી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે.

https://x.com/PTI_News/status/2041409372803535168

હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે એક સુનિયોજિત ઓપરેશન હેઠળ રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત ઘણા વાંધાજનક અને મહત્વપૂર્ણ પુરાવા પણ રિકવર કર્યા છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને કેસની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

સરહદ પારથી મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મોડ્યૂલ દેશના વિવિધ રાજ્યોમાં રહીને લશ્કર-એ-તૈયબા માટે લોજિસ્ટિકલ સપોર્ટ, ફંડિંગ અને યુવાઓને ફસાવવાનું કામ કરી રહ્યું હતું. ધરપકડ કરાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી એ સૂચવે છે કે સરહદ પારથી એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓ આ કાર્યવાહીને લશ્કરના સ્લીપર સેલ નેટવર્ક માટે એક મોટો ઝટકો માની રહી છે.