Video: 410_DELHI_FIRE BREAK_AV_HIREN

સોર્સ: gstv

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ગીતા કોલોની વિસ્તારના જંગલોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. સૂકા પાંદડા અને ઝાડીઓના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી હતી, જોકે ફાયર ફાઇટરોની સતત જહેમત બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત