Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3 bank accounts of TMC seized, transactions worth ₹440 crore frozen

TMCના ૩ બેંક ખાતા સીઝ, ₹440 કરોડની લેવડદેવડ પર રોક; મમતા બેનર્જીને મોટો રાજકીય ફટકો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
TMCના ૩ બેંક ખાતા સીઝ, ₹440 કરોડની લેવડદેવડ પર રોક; મમતા બેનર્જીને મોટો રાજકીય ફટકો
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બળવાખોર ધારાસભ્યોની ફરિયાદ બાદ પાર્ટીના ત્રણ મુખ્ય બેંક ખાતાઓમાંથી નાણાં ઉપાડવા પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ખાતાઓમાં અંદાજે 440 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જમા છે. આ ત્રણેય એકાઉન્ટ્સ 'ડેબિટ ફ્રીઝ' થવાના કારણે તાજેતરમાં જ ચૂંટણીમાં પરાજયનો સામનો કરી રહેલી મમતા બેનર્જીની પાર્ટીને વધુ એક મોટો આર્થિક અને રાજકીય ફટકો પડ્યો છે.

App Store

બળવાખોર ધારાસભ્યોની માંગ

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ખાનગી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ખાનગી ક્ષેત્રની એક બેંકમાં આવેલા પક્ષના ત્રણ ખાતાઓને અસ્થાયી રૂપે ડેબિટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેનો અર્થ એ થાય છે કે આ ખાતામાંથી કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ થઈ શકશે નહીં. કે અન્ય બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાશે નહીં. 

TMC ના જ 10 બળવાખોર ધારાસભ્યોની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ધારાસભ્યોએ વિધાનનગર પોલીસ કમિશનરેટ હેઠળના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરીને વિગતવાર તપાસની માંગ કરી છે. ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, ખાતામાં જમા આટલી મોટી રકમ કાયદેસરના સોર્સમાંથી આવી છે કે પછી જનતાના નાણાંના દુરુપયોગ અથવા કોઈ કૌભાંડ દ્વારા મેળવવામાં આવી છે, તેની ઊંડી તપાસ થવી જરૂરી છે.

ચૂંટણીમાં હાર બાદ આંતરિક કલહ ચરમસીમાએ

તૃણમૂલ કોંગ્રેસના સંગઠન અને નાણાકીય વ્યવસ્થા પર વર્ચસ્વ મેળવવા માટે પૂર્વ મંત્રી અરૂપ બિસ્વાસ અને વિપક્ષના નેતા રીતાબ્રતા બેનર્જીના જૂથો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર થયા બાદ આ આંતરિક વિવાદ વધુ વકર્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના વફાદાર ગણાતા એક વરિષ્ઠ ધારાસભ્યે જણાવ્યું કે, તેમના જૂથને પોલીસની આ કાર્યવાહીની માહિતી મળી ચૂકી છે, પરંતુ તેઓ હાલ સત્તાવાર નોટિસની રાહ જોઈ રહ્યા છે.