Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 21st day of hunger strike/ Sonam Wangchuk's health deteriorates, refuses to seek treatment in hospital

VIDEO: ભૂખ હડતાળનો 21 મો દિવસ/ સોનમ વાંગચુકની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર લેવાનો સાફ ઈનકાર

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

NEET પરીક્ષા વિવાદ અને વિદ્યાર્થીઓના મોતના વિરોધમાં પાટનગર દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૨૧ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ (Climate Activist) અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની તબિયત શનિવારે મોડી રાત્રે અચાનક બગડી હતી. લાંબા ઉપવાસના કારણે તેમના શરીરમાં ડિહાઈડ્રેશન (Dehydration) ના ગંભીર લક્ષણો જોવા મળતા દિલ્હી પોલીસે શનિવારે તેમને ધરણા સ્થળ પરથી જબરદસ્તી ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital) માં દાખલ કર્યા છે. જોકે, હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ સોનમ વાંગચુક અને તેમના પરિવારે કોઈ પણ પ્રકારની મેડિકલ સારવાર લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા ડોક્ટરોની ચિંતા વધી ગઈ છે.

App Store

ડોક્ટરો અને AIIMS ના નિષ્ણાતો મૂંઝવણમાં

સફદરજંગ હોસ્પિટલના સત્તાવાર નિવેદન અનુસાર, સોનમ વાંગચુક હાલ સંપૂર્ણ હોશમાં છે અને તેમનું બ્લડ પ્રેશર (Blood Pressure), પલ્સ રેટ (Pulse Rate) તેમજ ઓક્સિજન લેવલ સામાન્ય છે. પરંતુ ૨૧ દિવસના ઉપવાસના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. દિલ્હી એઈમ્સ (AIIMS) ના સ્વતંત્ર નિષ્ણાત ડોક્ટરોની ટીમે પણ વાંગચુકની તપાસ કર્યા બાદ જણાવ્યું છે કે તેમને તાત્કાલિક ઈન્ટ્રાવેનસ ફ્લુઈડ (IV Fluid - નસ દ્વારા અપાતા બોટલ) અને ઈલેક્ટ્રોલાઈટ થેરાપી (Electrolyte Therapy) આપવી અત્યંત જરૂરી છે. જો આ મેડિકલ સહાય તાત્કાલિક નહીં અપાય તો તેમની સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. ડોક્ટરોના વારંવાર સમજાવવા છતાં વાંગચુક કોઈ પણ દવા કે ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ORS) લેવા તૈયાર નથી.

પરિવારે સારવાર માટે કેમ ના પાડી?

બીજી તરફ સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ જે. આંગમોએ પણ હોસ્પિટલ પ્રશાસન સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે લેખિતમાં જણાવ્યું છે કે પરિવાર અને વાંગચુકની સારવાર કરતા જૂના ખાનગી ડોક્ટરોની સત્તાવાર મંજૂરી વિના તેમને બહારની કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં ન આવે. પરિવારની આ જીદના કારણે હાલ હોસ્પિટલ અને દર્દી વચ્ચે મોટો ગતિરોધ (Stalemate) ઊભો થયો છે. નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટે અગાઉ વહીવટીતંત્રને વાંગચુકનું રોજ મેડિકલ ચેકઅપ કરવાનો આદેશ આપ્યો હતો, જેના ભાગરૂપે જ આ કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

સોનમ વાંગચુક અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના કાર્યકર્તાઓ ૨૮ જૂનથી કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં પ્રદર્શન કરી રહ્યા છે. NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને તેના કારણે વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાના વિરોધમાં તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. વાંગચુકને જબરદસ્તી હોસ્પિટલ ખસેડાતા CJP ના સ્થાપક અભિજીત દીપકે સરકાર પર લોકશાહીના અધિકારોના હનનનો આરોપ લગાવ્યો છે, જ્યારે કોંગ્રેસ નેતા સચિન પાયલટે પણ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. હાલમાં એઈમ્સ અને સફદરજંગના ડોક્ટરો વાંગચુકના પરિવારને સારવાર માટે મનાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.