VIDEO: સીબીઆઈ દ્વારા સુભાષ ચંદ્રા સામે ૧૩૨૨ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કરાયો
સોર્સ : gstv
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે આશરે 1 હજાર 322 કરોડની છેતરપિંડી કરવાના ગંભીર આરોપસર સુભાષ ચંદ્રા અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ અગાઉ, મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલએ સુભાષ ચંદ્રાને 22 હજાર 6 કરોડના દાવાઓ સામે માત્ર સવા છ કરોડ ચૂકવીને તેમના વ્યક્તિગત નાદારી કેસનું સમાધાન કરવાની મંજૂરી આપતા આદેશ પર સ્ટે મૂક્યો હતો. NCLT ની ખાસ બેન્ચે ચુકવણી યોજના પર સ્પષ્ટ બહુમતી ન હોવાનું જણાવી ચંદ્રાને કોઈપણ સંપત્તિ અલગ કરવા પર રોક લગાવી છે.

