VIDEO: અનિલ અંબાણી સામે સીબીઆઈની મોટી કાર્યવાહી
સોર્સ : gstv
સીબીઆઈએ અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ સાથે જોડાયેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ૧ હજાર ૮૧૬ કરોડના કથિત રોકાણ કૌભાંડમાં કેસ નોંધ્યો છે. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં અનિલ અંબાણીને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. આ સિવાય અજાણ્યા સરકારી અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓનો પણ સમાવેશ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ૨૦૧૩-૧૪ દરમિયાન રિલાયન્સ કેપિટલે જારી કરેલા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં EPFOએ ₹૨,૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ કૌભાંડમાં EPFOને 1 હજાર 7 કરોડનું મુખ્ય નુકસાન થયું છે જ્યારે વ્યાજ સહિત કુલ નુકસાન ૧ હજાર ૮૧૬ કરોડ થયું છે. આરોપીઓ પર ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપ છે

