Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 11 Bills Passed Without Debate In Parliament, Opposition - Ruling Party Uproar Throughout Session

VIDEO: સંસદમાં ચર્ચા કર્યા વિના જ 11 બિલ પાસ, સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષ - શાસક પક્ષનો હોબાળો ગૂંજ્યો

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય મંત્રી કિરન રિજિજૂએ સંસદના બંને ગૃહોની કાર્યવાહી અને વિપક્ષના વલણ અંગે નિવેદન આપતા કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "લોકસભામાં  11 બિલ ચર્ચા વિના જ પસાર કરવામાં આવ્યા હતા, જ્યારે માત્ર એક બિલ પર ચર્ચા થઈ શકી હતી. બીજી તરફ રાજ્યસભામાં બિલ પર પૂર્ણપણે ચર્ચા થઈ હતી. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટી અને કેટલાક અન્ય દળો જ ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા, જ્યારે બાકીના વિપક્ષી દળોએ આ ચર્ચામાં ભાગ લીધો હતો."

App Store

વિપક્ષના વલણ પર વધુ પ્રહારો કરતા તેમણે ઉમેર્યું કે, "હંગામા વચ્ચે પણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ. પહેલાના સમયમાં વિપક્ષ હંમેશા સંવાદ અને ચર્ચામાં વિશ્વાસ રાખતો હતો, જ્યારે આજના સમયમાં આ લોકો વિપક્ષની ભૂમિકા ભજવતી વખતે ચર્ચાથી ભાગી રહ્યા છે."