Video: અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સમાં યુવાનો વચ્ચે થઈ મારામારી, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો વચ્ચે જાહેરમાં થયેલી ઉગ્ર મારામારીનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કોઈ રાહદારી દ્વારા મોબાઈલમાં કેદ કરાયેલા આ દ્રશ્યોમાં યુવાનો કોઈપણ ડર વગર એકબીજા પર તૂટી પડ્યા હતા….ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ગડખોલ પાટિયાના વિજયનગરમાં રહેતા જગદંબા રામજશ પ્રસાદ અને સારંગપુરના મીરાંનગરના વાસુરામ વક્તાજી દવેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવત અને જૂની બાબતોને લઈને આ ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને અને કાયદાનો ડર બેસે તે માટે પોલીસે બંને આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી.




