મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાણી ભરાતાં કામગીરી ઠપ્પ

સોર્સ: gstv

રૂપિયા 2,654 કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી બેદરકારી સામે આવી છે. એરપોર્ટના કાર્ગો સેક્ટરમાં પાઇપલાઇન લીકેજ થતાં ચારેય તરફ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે છેલ્લા બે દિવસથી કામગીરી સંપૂર્ણ ઠપ્પ થઈ ગઈ છે. વીજળીના બોર્ડ સુધી પાણી પહોંચતાં શોર્ટ સર્કિટ અને અકસ્માતની ભીતિ સર્જાઈ છે. આ સ્થિતિના કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન સામાન એરપોર્ટ પર અટવાઈ પડ્યો છે. હાલ તો કાયમી ઉકેલ માટે એરપોર્ટ ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો