Video: સૌરાષ્ટ્રમાં જળસંકટનો ખતરો: દ્વારકા અને જામનગર જિલ્લામાં પાણીની સ્થિતિ ચિંતાજનક, રાજકોટના ડેમોમાં કેટલું પાણી?

સૌરાષ્ટ્ર પંથકમાં આગામી સમયમાં ગંભીર જળસંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. વિવિધ જિલ્લાઓમાં પાણીના જથ્થા પર નજર કરીએ તો, દ્વારકા જિલ્લામાં માત્ર ૧ ટકા અને જામનગર જિલ્લામાં ૮ ટકા જ પાણી બચ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ૬૨ ટકા અને મોરબીમાં ૭૦ ટકા પાણી ઉપલબ્ધ છે….રાજકોટ શહેરની વાત કરીએ તો, આજી-૩ ડેમમાં ૨૭ ટકા, ન્યારી-૧ માં ૪૦ ટકા, આજી-૧ માં ૫૦ ટકા, ખોડાપીપરમાં ૭૦ ટકા, આજી-૨ માં ૯૪ ટકા અને લાલપરી ડેમમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. શહેરમાં હાલ સૌની યોજના અંતર્ગત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોને રાહત મળી રહે.





