મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં અચાનક મેઘરાજાની ધોધમાર મહેમાનગતિ, શહેર પાણીથી તરબોળ

ભરૂચમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદે શહ

ભરૂચમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદે શહેરના અનેક મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.  છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ અને ગરમીમાંથી વરસાદે નાગરિકોને મોટી રાહત આપી હતી. બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા, જ્યારે વેપારીઓ અને રાહદારીઓએ દુકાનો તથા શેડનો આશરો લીધો હતો. જોકે, પાણી ભરાવાની સમસ્યાએ ડ્રેનેજ વ્યવસ્થા અંગે ફરી સવાલ ઉઠ્યા છે. અડધા પોણા કલાકમાં વરસાદ બંધ થતાં રાહત જોવા મળી.

આ સમાચાર શેર કરો