VIDEO: વિદેશી દારૂ જથ્થા મામલાની પતાવટમાં લાંચ લેતા સરપંચ ઝડપાયો
દેવગઢ બારીયા તાલુકાના આંકલી ગામે ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા કેસની પતાવટ

દેવગઢ બારીયા તાલુકાના આંકલી ગામે ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા કેસની પતાવટ કેસમાં સ્થાનિક સરપંચ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. સરપંચે ફરિયાદીને ડરાવીને જણાવ્યું હતું કે, તારા ખેતરમાંથી દારૂ પકડાયો હોવાથી મામલો થાળે પાડવા રૂપિયા આપવા પડશે. આ પતાવટ માટે સરપંચે વચેટીયાની ભૂમિકા ભજવી રૂપિયા ૫૦ હજાર ની લાંચ માંગતા જ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના છટકામાં સરપંચ પૂરા ૫૦,૦૦૦ની લાંચ લેતા આબાદ આબાદ ઝડપાયા છે. આ સફળ ટ્રેપ બાદ હવે એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સરપંચે આખરે કયા પોલીસ અધિકારીના ઈશારે કે કહેવાથી આ મોટી રકમની માંગણી કરી હતી.




