મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાઠીમાં વરસાદની બાળકોએ મજા માણી, ખેડૂતોમાં પણ ખુશી

વરસાદ ક્યાંક આફત તો ક્યાંક નાના ભૂલકાઓ માટે આણંદ માનવાનું કારણ બન્યું છે. લાઠી શહેરમાં ચોથા

તસવીર: gstv

વરસાદ ક્યાંક આફત તો ક્યાંક નાના ભૂલકાઓ માટે આણંદ માનવાનું કારણ બન્યું છે. લાઠી શહેરમાં ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શનિવાર- રવિવાર હોવાથી બાળકો પૂરપાટ પડતા  વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. વરસાદના પાણીથી શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જતાં લોકોને અસુવિધાનો સામનો કરવો પડ્યો. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમયથી ચાલતી ભારે બફારા પછી વરસાદે લોકોને ગરમીમાંથી આંશિક રાહત આપી છે. વરસાદનું જોર યથાવત્ હોવાથી વહેલી સવારથી જ શહેરના વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.

આ સમાચાર શેર કરો