VIDEO: થરાદમાં કાયદો-વ્યવસ્થા તોડનાર ત્રણ લોકોની અટકાયત
સોર્સ : gstv
થરાદ શહેરમાં આતંક મચાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવનાર અસામાજિક તત્વો સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે ગણતરીના જ કલાકોમાં આતંક ફેલાવનાર મુખ્ય આરોપી શાહરૂખ ઉર્ફે બબો રહેમાન ઘાંચી સહિત કુલ ત્રણ ઈસમોની અટકાયત કરી છે. આ ઘટનામાં અસામાજિક તત્વોએ ફરિયાદીના બાઇકમાં તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને થરાદ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા. હાલ પોલીસે ત્રણેય અસામાજિક તત્વોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

