Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Application form by Kisan Sangh against drought like situation created due to dragging of rain in Vav-Tharad

VIDEO: વાવ-થરાદમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી દુષ્કાળ જેવી સ્થિતિ સામે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ પંથકમાં લાંબા સમયથી વરસાદ ન ખેંચાતા ઊભો ખરીફ પાક સુકાઈ જવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવા, બેંકો અને સહકારી મંડળીઓની લોન વસૂલાત મોકૂફ રાખવા તેમજ વીજ બિલમાં એક વર્ષની સંપૂર્ણ રાહત આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત પાક વીમાનું ઝડપી વળતર ચૂકવવા, નર્મદા કેનાલમાં પૂરતું પાણી છોડવા અને પશુઓ માટે રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News