VIDEO: વાવ-થરાદમાં કોંગ્રેસના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ, સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ પર કર્યો કટાક્ષ
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસની પણ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વાવ-થરાદના ધરણીદર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ ગેનીબહેન ઠાકોરે ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના નેતાઓએ 30 વર્ષથી સરકાર હોવા છતાં વિકાસનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આજે કોંગ્રેસના કાર્યકરોને શોધવાની જરૂર ન પડતી.
તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા દોઢ વર્ષથી હાલના ધારાસભ્ય લોકો વચ્ચે જોવા મળતા નથી, જ્યારે તેઓ પોતે સતત ગામડે ગામડે ફરીને લોકો સાથે મુલાકાત કરતી રહી છે, તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેદવારી પાછી ખેંચવા માટે અધિકારીઓએ દબાણ કર્યુ તો 'જેવા સાથે તેવા'નું વલણ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.

