Video: વાવમાં ભાજપ હોદ્દેદારોના કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખને બાકાત રખાયા, ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ નારાજગી
સોર્સ : GSTV
વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના માવસરી ગૌ શાળામાં સંચાલક દ્વારા કૌભાંડ આચરાયું હોવાનો મામલો સામે આવ્યો હતો. વાવ તાલુકાના પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા લખીરામ બાપુ ગૌ શાળામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા. આ આક્ષેપ બાદ પૂર્વ પ્રમુખની સંગઠનની બેઠકોમા ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આ આરોપ બાદ કેટલાક કાર્યકરો અને આગેવાનો પણ પૂર્વ પ્રમુખથી નારાજ છે. જે બાદ વાવ લાખાપીર ખાતે ભાજપના હોદ્દેદારો પરિચય કાર્યક્રમમાંથી પૂર્વ પ્રમુખને બાકાત રાખવામાં આવ્યા છે.

