VIDEO: થરાદમાં 64 લાખના ગેરકાયદે ફટાકડા ઝડપાયા
સોર્સ : gstv
વાવ-થરાદના દુધવા ગામે SOG ટીમે દિવાળી પહેલા મોટી કાર્યવાહી કરી છે. લાયસન્સ વિના રહેણાંક મકાનમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા 64 લાખ 42 હજાર 821 રૂપિયાના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન 112 અલગ-અલગ બ્રાન્ડના ફટાકડા મળી આવ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનો અને જરૂરી પ્રમાણપત્રો વિના ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલના કબજા-ભોગવટામાંથી આ મુદ્દામાલ ઝડપાયો છે. સમગ્ર મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 287, 288 તથા એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

