VIDEO: નહીવત વરસાદને કારણે વાવ-થરાદમાં દુષ્કાળ જેવી સ્થિતિ, ગૌશાળાઓ માટે પૂરતા ઘાસચારાની માંગ સાથે ચિંતન બેઠક યોજાઈ
સોર્સ : gstv
વાવ-થરાદ જિલ્લામાં વરસાદ નહિવત પડવાને કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી ગંભીર સ્થિતિએ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી ગૌશાળામાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશનની વિશેષ ચિંતન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વાવ-થરાદ વિસ્તારને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવાની અને મૂંગા પશુઓ માટે ગૌશાળાઓમાં પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વહેલી તકે વ્યવસ્થા કરવાની પ્રબળ માંગ ઉઠી છે. સમયસર યોગ્ય સરકારી સહાય અને ઘાસચારો નહીં મળે તો આગામી દિવસોમાં પશુધન માટે વિકટ પરિસ્થિતિ ઊભી થવાની પૂરી શક્યતા છે, જેને લઈને સંચાલકોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

