VIDEO: રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીવત, કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી
સોર્સ : gstv
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. જે મુજબ હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી 7 દિવસ સુધી માત્ર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ આગાહી અંતર્ગત 16 જુલાઈના રોજ અમદાવાદ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ ૮.૫૫ ઈંચ વરસાદ થવો જોઈતો હતો. જેની સરખામણીએ માત્ર ૬.૪૦ ઈંચ વરસાદ જ નોંધાયો છે. જે દર્શાવે છે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં સરેરાશ 25 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

