VIDEO: વાવ-થરાદ વિસ્તારના ડેડાવા ગામમાં સામાન્ય વરસાદમાં ગોઠણસમા પાણી
સોર્સ : gstv
વાવ-થરાદ વિસ્તારના ડેડાવા ગામમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ઉપરવાસના વરસાદને કારણે ગત વર્ષોમાં પણ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ વર્ષે પણ ગ્રામ પંચાયત, આંગણવાડી અને શાળા સહિતના તમામ સાર્વજનિક સ્થળોએ પાણી ભરાયેલા છે..જાહેર રસ્તાઓ પર ચાર-ચાર મહિના સુધી પાણી જમા રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. પ્રશાસનની ઘોર ઉદાસીનતા અને યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાત્કાલિક ધોરણે પાણીના યોગ્ય નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.

