VIDEO: 'દેશમાં રસ્તો ભટકેલો નાગરિક કોંગ્રેસી બને છે', વાવ થરાદ ભાજપ પ્રમુખનું વિવાદિત નિવેદન
સોર્સ : GSTV
વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે નેતાઓની નિવેદનબાજી કરી રહ્યા છે, ત્યારે આજે વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર દિયોદરમાં જનસભા સંબોધિત કરતા વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં રસ્તો ભટકેલો યુવાન આતંકવાદી બને છે, જયારે આપણા દેશમાં રસ્તો ભટકેલો નાગરિક કોંગ્રેસી બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર અને સમાજનો વિકાસ કરવો હશે તો યુવાનો ભટકે નહિ જેની ચિંતા કરવી પડશે.

