VIDEO: Vav-Tharad / ગેનીબેન ઠાકોર; ભાજપને ચૂંટણી લડવા પણ કોંગ્રેસના નેતાઓ શોધવા પડતા હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ
સોર્સ : GSTV
વાવના ધરાધરા ગામે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભા સંબોધિત કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, 30 વર્ષથી ગુજરાતમાં અને 12 વર્ષથી કેન્દ્રમાં સત્તા પર હોવા છતાં ચૂંટણી લડાવવા માટે કોંગ્રેસના આગેવાનોને ગોતવા પડે છે. તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જો ભાજપને ઉમેદવારો પણ કોંગ્રેસમાંથી ગોતવા પડતા હોય તો ભાજપે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવુ જોઈએ.

