VIDEO: વાવ-થરાદ પંથકમાં વિશ્વાસઘાત: ભત્રીજાએ સિબિલ ચેકના બહાને કાકાના નામે બેંક ખાતું ખોલાવી ૭૨ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કર્યું
સોર્સ : gstv
વાવ-થરાદ જિલ્લામાં વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોન માટે સિબિલ ચેક કરાવવાના બહાને કુટુંબી ભત્રીજાએ પોતાના જ કાકાના દસ્તાવેજોનો દુરુપયોગ કર્યો હતો. લાખણી તાલુકાના લવાણા ગામના રહેવાસી બળદેવભાઈ ચૌહાણે પોતાના જરૂરી દસ્તાવેજો ભત્રીજાને મોકલ્યા હતા. આરોપ છે કે ભત્રીજા ગોપી ચૌહાણે આ દસ્તાવેજોના આધારે દિયોદરના ડુચકવાડા ખાતેની એક ખાનગી બેંકમાં કાકાના નામે ખાતું ખોલાવી દીધું હતું. સુરતના પુણે પોલીસ સ્ટેશનમાંથી સાયબર કેસ અંગે ફોન આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બેંકમાં તપાસ કરતાં આ ખોટા ખાતામાંથી અંદાજે ૭૨ લાખ રૂપિયાથી વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે દિયોદર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કુટુંબીજનો વચ્ચે વિશ્વાસઘાતની આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

