VIDEO: વાવ-થરાદ: ગૌભક્તોની વિશાળ રેલી
સોર્સ : gstv
વાવ-થરાદ પંથકમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌભક્તોની એક વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીમાં સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ગૌભક્તો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ગૌહત્યા પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવા તેમજ કેન્દ્રીય ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની પ્રબળ માંગ કરવામાં આવી હતી. આ અગત્યની માંગણીઓ સાથે સંતો અને ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રદ કરીને સરકાર સમક્ષ પોતાની રજૂઆત નોંધાવી હતી. આંદોલનના માધ્યમથી ગૌવંશ રક્ષણ માટે કડક કાયદાકીય પગલાં ભરવાની ખાસ અપીલ કરવામાં આવી છે.

