VIDEO: વિરાર-ભરૂચ મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી દોડધામ મચી
સોર્સ : gstv
વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે સ્ટેશનથી એક મોટી ઘટના સામે આવી છે. ભીલાડ રેલવે સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી દોડધામ મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરસ થઈ રહ્યો છે. સવાર ના સમયે બનેલી ઘટનામાં એન્જિન સાથે કોચ જ્યારે પાટા પરથી ઉતર્યો તો મુસાફરો ટ્રેનમાંથી ઉતરી દોડતા થયા હતા. ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ હોય તેવા સમાચાર મળ્યાં નથી.

