VIDEO: ભીલાડ પાસે મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઊતર્યો: અમદાવાદ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો!
સોર્સ : gstv
વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ જતી મેમુ ટ્રેનનો એક ડબ્બો અચાનક રેલવે પાટા પરથી સરકી ગયો હતો. આ દુર્ઘટનાને કારણે અમદાવાદ તરફ જતો રેલ વ્યવહાર ક્ષણભર માટે ખોરવાયો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નથી. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ કરીને રૂટ પૂર્વવત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

