Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Rainy hail in Umargam district since early morning, more than one and a half inches of rain flooded rivers and canals

VIDEO: ઉમરગામ પંથકમાં વહેલી સવારથી વરસાદી હેલી, દોઢ ઈંચથી વધુ વરસાદથી નદી-નાળા છલકાયા

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં લાંબા સમયના વિરામ અને માત્ર વરસાદી ઝાપટાં બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત કરી છે. સવારથી જ સતત વરસી રહેલા ઝરમર અને ધીમી ધારે ધોધમાર વરસાદથી સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક બની ગયું છે.

App Store

છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ભારે ઉકળાટ અને બફારા બાદ આજે ફરી શરૂ થયેલા વરસાદી માહોલને કારણે સ્થાનિક લોકોને બફારામાંથી મોટી આંશિક રાહત મળી છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં ઉમરગામ પંથકમાં દોઢ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. સતત વરસતા વરસાદના કારણે પંથકના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે સ્થાનિક નદી-નાળા પણ નવા નીર આવવાથી ફરી એકવાર છલકાઈ ઉઠ્યા છે.

બીજી તરફ, ખેતી ક્ષેત્રે પણ આ વરસાદ સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. હાલ ખેતરોમાં ડાંગરની રોપણીની કામગીરી લગભગ અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે રોપણી બાદનો આ વરસાદ ડાંગરના પાક માટે ખૂબ જ મહત્વનો અને લાભદાયી માનવામાં આવી રહ્યો છે.

આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા માર્ગો પર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને ફરી એકવાર છત્રી અને રેનકોટનો સહારો લેવાની ફરજ પડી હતી. વાદળછાયા વાતાવરણ અને વરસાદી હેલીથી સમગ્ર ઉમરગામ તાલુકામાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.