Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Rainy weather again from early morning today in Umargam taluk

VIDEO: ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજે વહેલી સવારથી ફરી વરસાદી માહોલ છવાયો છે. લાંબા વિરામ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ બાદ ઉમરગામમાં મધ્યમ ઝરમર વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટ અને બફારામાંથી આંશિક રાહત મળી છે. વહેલી સવારથી વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર અવરજવર કરતા લોકોને છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો હતો. ઉમરગામ સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ખેતરોમાં ડાંગરની રોપણી કામગીરી હવે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી છે. રોપણી પૂર્ણ થયા બાદ ડાંગરના પાક માટે વરસાદ મહત્વનો હોવાથી ખેડૂતો પણ વરસાદી માહોલથી આશાવાદી બન્યા છે.

App Store