Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Locals angry as Bhilad railway underpass not opened for traffic

VIDEO: ભીલાડ રેલવે અંડરપાસ વાહન-વ્યવહાર માટે ખુલ્લો ન મૂકાતા સ્થાનિકોમાં રોષ, રજૂઆતો બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv,ai

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી અંડરપાસના કામને લઈને વાયદાઓ થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી વાહનચાલકોને સુવિધાનો લાભ મળ્યો નથી. હાઈવે, શાળા-કોલેજ, હોસ્પિટલ તેમજ વાપી-વલસાડ જવા માટે આ માર્ગ અત્યંત મહત્વનો ગણાય છે.

App Store

રેલવે તંત્ર દ્વારા અંડરપાસ શરૂ કરવાની તારીખ જાહેર કરવામાં આવી હતી, છતાં નિર્ધારિત સમયે માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. સ્થાનિક આગેવાનો દ્વારા મુંબઈ DRM સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર વચનભંગ થતાં સ્થાનિકોમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે અને તંત્ર સામે નારાજગી વધી રહી છે.