Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Industries coming up in Umargam are causing havoc for locals!

VIDEO: Valsad | ઉમરગામમાં વિકાસના નામે આવી રહેલા ઉદ્યોગો સ્થાનિકો માટે બની રહ્યા છે વિનાશનું કારણ!

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના આદિવાસી બહુલ ઉમરગામ તાલુકામાં વિકાસના નામે આવી રહેલા ઉદ્યોગો સ્થાનિકો માટે વિનાશનું કારણ બની રહ્યા છે. બીલીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામસભાના ઠરાવ કે પંચાયતની પરવાનગી વગર બે વિશાળ કંપનીઓનું બાંધકામ ચાલતું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ઉદ્યોગોને કારણે ખેતી અને ભૂગર્ભ જળ મરણપથારીએ છે, સાથે જ પરપ્રાંતિયોના આગમનથી સામાજિક દૂષણો વધવાનો ભય સેવાઈ રહ્યો છે. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી આ ગેરકાયદે બાંધકામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકો પોતાની જમીન બચાવવા સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

App Store