VIDEO: VALSADના ઉમરગામમાં ત્રિપાંખિયો જંગ; ભાજપ-કોંગ્રેસની મથામણ વચ્ચે અપક્ષ ઉમેદવારો મેદાનમાં
સોર્સ : gstv
વલસાડના ઉમરગામમાં આ વખતે ભાજપના શાસન સામે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસની મથામણ વચ્ચે પૂર્વ નેતા રાકેશ રાયના 'યુવા શક્તિ વિકાસ સંગઠન' દ્વારા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની 4થી 5 બેઠકો પર અપક્ષોએ શક્તિ પ્રદર્શન કરી ભાજપ સામે સીધી ટક્કર ઝીલી છે. સ્થાનિક સ્તરે આચરાયેલા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી યુવા શક્તિ આગળ આવી રહી છે.

