Valsad/રાજસ્થાન અકસ્માત બાદ ફલાધરા ગામ સ્તબ્ધ: ગામના જ બેના વ્યક્તિના મોતથી ગમગીની છવાઈ

વલસાડ તાલુકાના મુસાફરોને લઈને વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલી અક્ષરયાન ટ્રાવેલ્સની બસને રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત વલસાડ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.
પોલીસકર્મી સહિત બેના મોત
આ દુર્ઘટનામાં વલસાડ પોલીસમાં ફરજ બજાવતા મયંક જશવંત પટેલ નામના પોલીસકર્મીનું મોત થયું છે. પોલીસકર્મીના મોતથી વલસાડ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. ડ્રાઇવર સહિત કુલ બે લોકોએ જીવ ગુમાવ્યો છે.
18 લોકો ઘાયલ
બસમાં સવાર મુસાફરોમાં વલસાડ તાલુકાના અને અન્ય તાલુકાના કુલ 18 લોકોનો સમાવેશ થતો હતો, જેમાંથી મોટાભાગનાને ઈજા પહોંચી છે. બસમાં સવાર મુસાફરોમાં એકલા ફલાધરા ગામના 18 લોકો હતા. મુસાફરો વલસાડ તાલુકાના ફલાધરા, વેલવાચ, કાકડમતી, વાંકલ ગામના તથા પારડી તાલુકાના નેવરી ગામ અને ધરમપુરના તીસકરી ગામના હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
2 જી ડિસેમ્બરે યાત્રા શરૂ કરી હતી
આ તમામ યાત્રાળુઓ 2 જી ડિસેમ્બરના રોજ અક્ષરયાન ટ્રાવેલ્સ મારફતે વૈષ્ણોદેવીના દર્શને ગયા હતા. વૈષ્ણોદેવીથી દર્શન કરીને પરત ફરતી વખતે રાજસ્થાનમાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સમાચાર મળતા જ વલસાડના ફલાધરા ગામમાં અને અન્ય ગામોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે

