VIDEO : વલસાડ નગરપાલિકાની મિલકત જપ્તીનું કોર્ટે કાઢ્યું વોરંટ, કોન્ટ્રાક્ટરને જૂના બિલોના 23 લાખની ચૂકવણી બાકી
સોર્સ : GSTV
વલસાડ નગરપાલિકા દ્વારા વર્ષો જૂના બિલોની ચુકવણી ન કરાતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. વર્ષ 2010માં થયેલા કામોના આશરે 23 લાખ રૂપિયા બાકી હોવાથી કોર્ટે નગરપાલિકાની જંગમ મિલકતો જપ્ત કરવાનું વોરંટ જારી કર્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા લાંબી કાયદાકીય લડાઈ લડ્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે કોર્ટના બેલિફ જપ્તીની કાર્યવાહી માટે પાલિકા કચેરીએ પહોંચ્યા, ત્યારે સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આખરે, પરિસ્થિતિ ગંભીર બનતા ચીફ ઓફિસરે ટૂંક સમયમાં નાણાં ચૂકવી દેવાની લેખિતમાં બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો.

