VIDEO: ઉમરગામના સંજાણમાં ખાતમુહૂર્તના ૪ મહિના પછી પણ કામ શરૂ ન થતાં કાદવમાં ભાજપના ઝંડા લગાવી વિરોધ
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે ૪ કરોડના ખર્ચે બનનારા બાયપાસ રોડનું ખાતમુહૂર્ત થયાના ચાર મહિના વીત્યા છતાં કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પડેલા ઊંડા ખાડા અને કાદવ-કીચડ વચ્ચે ભાજપના ઝંડા લગાવીને કરાયેલા અનોખા વિરોધનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તંત્ર અને નેતાઓનું ધ્યાન દોરવા માટે કરાયેલો આ પ્રયાસ હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાતમુહૂર્ત બાદ અટકેલા આ વિકાસકાર્ય પર ક્યારે ગ્રહણ હટશે અને નેતાઓ કે સરકારી તંત્રની ઊંઘ ક્યારે ઉડશે તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

