VIDEO: ઉમરગામના નિકોલી ગામમાં સ્મશાનનો રસ્તો ખુલ્લો કરાયો
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નિકોલી ગામના રંગીલપાડા વિસ્તારમાં સ્મશાનભૂમિ તરફ જતા વર્ષો જૂના માર્ગ પર વાડી માલિક દ્વારા દરવાજો લગાવી ફેન્સિંગ કરી દેવાતા મોટો વિવાદ સર્જાયો હતો. ગામલોકોની રજૂઆત બાદ ઉમરગામ મામલતદાર દ્વારા આ રસ્તો ખુલ્લો કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.આજે ડેપ્યુટી મામલતદાર અને પોલીસની ઉપસ્થિતિમાં જમીન માલિકને રસ્તો ખુલ્લો કરવા જણાવાયું હતું. આદિવાસીઓના હિત માટે માજી ધારાસભ્ય શંકરભાઈ વારલીએ વિશેષ દોડધામ કરી લડત લડી હતી. આ પ્રસંગે તેમણે સ્થાનિક નેતાઓના ઇશારે આદિવાસીઓ પર અત્યાચાર થતો હોવાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અંતે ભારે ગરમાગરમી વચ્ચે વિવાદાસ્પદ માર્ગ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

