Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Biker dies after being hit by speeding car

VIDEO: વલસાડમાં હિટ એન્ડ રન, પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

Timeછેલ્લું અપડેટ : 26 Mar 2025
લાઇવ ટીવીGoogle News

ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં વલસાડમાંથી એક ગંભીર હિટ એન્ડ રનના અકસ્માતની ઘટના સામે આવી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો, જેમાં કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો અને બાઈક સવારનું મોત થયું હતું.

App Store

વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના રાજમહેલ રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી. ધરમપુરમાં આઈ20 કાર ચાલકે બાઇક સવારને ઉડાવ્યો હતો. પુરપાટ ઝડપે આવી રહેલ આઈ20 કાર ચાલકે બાઇક ચાલકને ઉડાવ્યો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું જ્યારે આઈ20 કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. ધરમપુર પોલીસે CCTV ના આધારે કાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.

ટોપિક્સ:accidentvalsad