VIDEO: વલસાડના ઉમરગામમાં દરિયામાં નહાવા પડેલા બાળકો ડૂબ્યા, એક બાળક ગુમ થતાં શોધખોળ
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં દરિયામાં નહાવા પડેલા બાળકોમાંથી એક બાળકનું ડૂબી જતા મોત થયું છે.ઉમરગામ પાસે દરિયામાં નહાવા પડેલા આશરે ૧૦ થી ૧૨ વર્ષના 6 બાળકો દરિયાના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. દરિયામાં ડૂબી રહેલા કુલ છ બાળકોમાંથી પાંચ બાળકોને સ્થાનિકો દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, એક બાળક દરિયાના તેજ પ્રવાહમાં તણાઈ જતાં ગુમ થયું..આ બાળકો પાલિકા વિસ્તારના સુંદરવન પાસેના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલમાં માછીમારી બોટ અને સ્થાનિકોની મદદથી ગુમ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

