VIDEO: વલસાડના ધરમપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
સોર્સ : gstv
વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લાના ધરમપુર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી નગરજનોએ હાશકારો અનુભવ્યો છે. લાંબા વિરામ બાદ વરસેલા આ વરસાદથી ખેતીના પાકને નવું જીવન મળતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ ગઈ છે.

