VIDEO: વલસાડના પારડીની સદગુરુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની રેકઝીન કંપનીમાં ભીષણ આગ
સોર્સ : gstv
વલસાડના પારડી સ્થિત સદગુરુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી 'એફ આર પી' નામની કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ કંપનીમાં રેકઝીનની પ્રોડક્ટ બનાવવામાં આવતી હોવાથી આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વલસાડનું એક, પારડીના બે અને અતુલ કંપનીનું એક એમ કુલ ચાર ફાયર ફાઈટરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી અબંધ રહ્યું છે.

