Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : 6 rescued after boat capsizes in Paradi, Valsad, search for drowned child

VIDEO: વલસાડના પારડીમાં બોટ પલટતાં 6 બચાવાયા, નદીમાં ડૂબેલા બાળકની શોધખોળ

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરથી લાલજીબાપાની મૂર્તિને પારનદીમાં સ્નાન કરાવી પરત ફરી રહેલા એક જ ફળિયાના શ્રદ્ધાળુઓની બોટ અકસ્માતનો ભોગ બની છે. નદીમાં માછલી પકડવાની જાળના દોરડામાં બોટ ફસાઈને પથ્થર સાથે ટકરાતા પલટી મારી ગઈ હતી, જેના લીધે બોટમાં સવાર 7 લોકો નદીના પાણીમાં ખાબક્યા હતા. જેમાં 6 લોકોને બચાવી લેવામાં સફળતા મળી હતી, પરંતુ એક મહિલાના હાથમાંથી છૂટી ગયેલું બાળક નદીમાં ડૂબી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ અને પારડી પોલીસ, 108 એમ્બ્યુલન્સ, પારડી તથા વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડ અને ચંદ્રપુર લાઈફ સેવર ગ્રૂપના સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પારડી પી.આઈ.ની આગેવાની હેઠળ ગુમ થયેલા બાળકની શોધોખળ હાથ ધરી છે.

App Store