VIDEO: વલસાડના તિથલ દરિયા કિનારે મોટી ભરતી વચ્ચે રીલ બનાવતા યુવકનો વીડિયો વાઇરલ
સોર્સ : gstv
વલસાડના પ્રખ્યાત તિથલ દરિયા કિનારે આજે મોટી ભરતી સમયે જીવના જોખમે સ્ટન્ટ કરતો એક યુવક કેમેરામાં કેદ થયો છે. દરિયાની તોફાની લહેરો અને ભારે ફોર્સ વચ્ચે આ યુવક કિનારાના દાદર પર ઊભો રહીને રીલ બનાવી રહ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ભરતી વખતે પાણી અત્યંત વેગથી કિનારે આવીને પરત ફરે છે, જેમાં સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હજી થોડા દિવસ આવી મોટી ભરતી રહેવાની હોવાથી લોકોએ દરિયાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે.

